બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉંટરડા ગામ પાસેથી પસાર થતી માજુમ નદીના પવિત્ર કિનારે આવેલું પ્રાચીન ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે દાદાના શિવાલયને ફૂલોના સુંદર હારથી શણગારવામાં આવ્યું હતું. ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભાવિકોએ હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર શિવમય ભક્તિરસમાં ડૂબી ગયું હતું. આકર્ષક ફુલ શણગારને નિહાળવા અને દર્શનનો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં માહોલ શ્રદ્ધા અને ભક્તિમય બની ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો