ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વીજ ચોરી કરવા જતાં એક યુવકનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે.


ભરુચમાં વીજ વાયરની ચોરી કરવા જતા યુવકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદના દોરા ગામે દોરાથી ઘમણાદ રોડ ઉપર આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર (TC) નજીક આ કરૂણ બનાવ બન્યો હતો. મૃતક યુવક દિનેશભાઇ ઉર્ફે બાલુ વિનોદ રાઠોડ ટ્રાન્સફોર્મર ટીસીના વીજ વાયર કાપીને તેની ચોરી કરવા ગયો હતો. વાયર કાપતી વખતે અચાનક તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રબળ હતો કે યુવક ઇલેક્ટ્રિક લાઇન પર જ ચોંટી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

વાયર કાપતી વખતે કરંટ લાગ્યો

સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીજ વાયરની ચોરી કરવાના પ્રયાસમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની આ ઘટનાએ વીજ ચોરીના ગેરકાયદેસર અને જોખમી કૃત્યના ગંભીર પરિણામો દર્શાવ્યા છે.

આ પણ વાંચો: રો-પેક્સ ફેરી સર્વિસ મારફતે આવેલો 30.54 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


  • Follow us on: