ભરૂચ : ગુજરાત રાજય બેડમિન્ટન એસોસીએશનના નેજા હેઠળ જીએનએફસી સ્પોર્ટ કલબ દ્વારા આયોજીત ગુજરાત રાજયની અંડર-13 બેડમિન્ટન સ્પર્ધા ડિસ્ટ્રીકટ સ્પોર્ટ કોમ્પલેક્ષ ભરૂચ ખાતે તા.21 થી 26 જુન દરમ્યાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં જીએનએફસી સ્પોર્ટસ કલબના ખેલાડી આયુષ્યમાન ઝા એ ભાઈઓની અંડર-13 સિંગલ્સમાં વિજેતા થઈ ગોલ્ડમેડલ મેળવ્યો છે. ડબલ્સમાં પણ તેના પાર્ટનર સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જીએનએફસી સ્પોર્ટસ કલબના પ્રમુખ પંકજ પુરોહિત, ઉપપ્રમુખ યાકેશ પ્રજાપતિ, સેક્રેટરી અજયસિંહ સોલંકી તથા કમિટીએ અભિનંદન પાઠવ્યા હતા.
