ઝઘડિયા : ઝઘડિયા જીઆઇડીસી ની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ એલ. વી. બ્રહ્મભટ્ટ, ભાવેશ ગોસાઈ અને પલક પાંડે તેમજ સાઇટના વરિષ્ઠ અધિકારીઓ બી. એમ. પટેલ, યુનિટ હેડ ડૉ. આર. પી. એસ. ચૌહાણ, એચઆર હેડ જયંતિ પરમાર અને એન્વાયરમેન્ટ હેડ સંદીપન માંદ્રેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ વર્કફેર્સ અને અધિકારીઓનીભાગીદારી સાથે પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરાયુ હતું અને ત્યાર બાદ વૃક્ષારોપણ યોજાયું હતું.

Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત









