નેત્રંગ : શુક્લ યજુર્વેદ મધ્યનંદિન શાખાના ઘન પારાયણનું આયોજન ભરૂચ ખાતે સિદ્ધિ વિનાયક મંદિરમાં કરાયુ છે. ઘન પારાયણ કરનાર વેદમુર્તિઓ સાથે પ્રસિદ્ધ વેદમુર્તિ શ્રી દેવવ્રત રેખે દ્વારા ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત કસ્તુરબા સેવાશ્રામ મરોલી સંચાલીત કસ્તુરબા આશ્રામશાળામાંની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ગૌશાળામાં ગીર ગાયોને ગોળ ખવડાવ્યો,ઔષધિ બાગ અને સમગ્ર આશ્રામશાળાની મુલાકાત કરી હતી.સમુહમાં વેદોનો પાઠ કરીને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ગુજરાત સરકારના પુર્વકેબીનેટ મંત્રી-મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા કસ્તુરબા આશ્રામશાળામાં કાર્યરત ગૌશાળા,ઔષધિ બાગ,અત્યાઆધુનિક શાંતિવષૉ નિકેતન પ્રાર્થના ગૃહ અને વિવિધ પ્રકલ્પો વિશે વેદમુર્તિને માહિતગાર કયૉ હતા.જે દરમ્યાન ભરૂચ ક્ષત્રિય સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ રાજ,સામાજીક કાર્યકતૉ જયપાલસિંહ માંગરોલા,કસ્તુરબા સેવાશ્રામ મરોલી વ્યવસ્થાપક ધીરજભાઇ પરમાર સહિતના વિવિધ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: