ભરૂચમાં આવેલી જામા મસ્જિદને ઐતિહાસિક ધરોહર જાહેર કરાઈ છે અને તેનું સંચાલન પુરાતત્વખાતુ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી ઐતિહાસિક ધરોહરની માલિકીને લઈને બે કોમ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક ગણાતાં બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ટીમે મસ્જીદમાં બનાવેલું વજુખાનું તોડી નાંખ્યું હતું. ઉપરાંત મસ્જિદનો પાછળનો દરવાજાને કાયમી તાળું મારી દીધું હતું. જો કે, પુરાતત્વ વિભાગનું કહેવું છે કે તેમના દ્વારા સમગ્ર કામગીરી નિયમોનુસાર કરી હતી.


ભરૂચમાં આવેલાં જામા મસ્જિદને લઈને માનવામાં આવી રહ્યું છે કે, 14મી સદીમાં બનેલી આ મસ્જિદ પ્રાચિન જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હતી અને છેલ્લા એકાદ વર્ષથી જામા મસ્જિદ આ વિવાદના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ સ્મારકને કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા જૈન સ્મારક કે જૈન સમરી વિહાર તેમજ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા કરવામાં આવે છે. દરમિયાનમાં છેલ્લાં છ મહિના ઉપરાંતથી કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો, વિરોધ તેમજ આંદોલન કરવામાં આવ્યાં હતા અને આ ધાર્મિક સ્થળને પુનઃ તેના મુળ સ્વરૂપમાં પુનઃ સ્થાતિત કરવાની માગ કરવામાં આવી રહી હોવાને કારણે વાતાવરણ તંગ બની રહ્યું છે. દરમિયાનમાં ઐતિહાસિક વિરાસત એવી જામા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદ પરિસરમાં બનાવાયેલાં વાંધાજનક બાંધકામોની તપાસ શરૂ કરી હતી. અરસામાં મસ્જિદમાં બનાવાયેલું વજુખાનું તેમણે તોડી પાડયું હતું. ઉપરાંત હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલાં આક્ષેપો મુજબ જુમા મસ્જિદના બે દરવાજા છે.

જે પૈકીના આગળના દરવાજા પર પુરાતત્વ વિભાગ દ્વારા તૈનાત કરાયેલી પોલીસ દ્વારા અંદર આવતાં જતાં લોકોની નોંધણી કરવામાં આવે છે. જ્યારે પાછળના દરવાજામાંથી આવતાં - જતા લોકોની કોઈ નોંધ થતી નથી. જેના પગલે ટીમે તે અંગેની વિગત મેળવી તેમણે પાછળના દરવાજાને કાયમી ધોરણે બંધ કરી દીધો હતો.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: