ભરૂચ : ગુજરાત બેડમિન્ટન એસોસીએશન અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએસનના ઉપક્રમે માસ્ટર સ્પોર્ટસ એકેડમી દ્વારા આયોજીત રાજયકક્ષાની યોનેક્ષ-સનરાઈઝ અંડર-11 બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન થયુ હતુ. વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર તથા સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા. અંડર-11 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ ઈવેન્ટમાં અનુક્રમે નિર્ભય ઠક્કર તથા વિની ગુપ્તા વિજેતા થયા છે. જયારે બોયઝ ડબલ્સમાં દિવિટ દવે, નિર્ભય ઠક્કર તથા ગર્લ્સ ડબલ્સમાં પ્રાશ્મી નિસાર્તા અને વિની ગુપ્તા વિજેતા બન્યા છે.

Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!









