ભરૂચના જામા મસ્જિદને લઈને હાલમાં સોશિયલ મિડીયા પર કેટલાંક વિડીયો વાયરલ કરવામાં આવ્યાં છે. જેમાં ચક્રધર સ્વામી સંપ્રદાયના મુક્તાનંદ સ્વામીએ મસ્જિદના ભોંયતળિયામાં જૈન તીર્થંકર સહિતની પ્રાચિન પ્રતિમાઓ મળી હોવાનો દાવો કર્યો છે ત્યારે આ ઘટનાને પગલે જિલ્લાનું વાતાવરણ ગરમાયું છે. દરમિયાન ગુરુવારે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને ભરૂચ જિલ્લાની શાંતીમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.


ભરૂચમાં આવેલી 14મી સદીમાં બનેલી જામા મસ્જિદને લઈને છેલ્લાં કેટલાંક વિવાદ છેડાયો છે. જામા મસ્જિદના ભોંયરામાં જૈન તીર્થંકર મલ્લીનાથ અને હિન્દુ દેવી દેવતાઓની પ્રાચિન મૂર્તિઓ મળી આવી હોવાના દાવા સાથે સોશિયલ મિડીયામાં વિડીયો ફોટા વાયરલ થયાં છે. જેમાં મુક્તાનંદ સ્વામીએ વિડીયો-ફોટાના આધારે જામા મસ્જિદને જૈન વિહાર ધામ અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થાન હોવાના દાવા કરાયા છે. જેના વિરોધમાં ગુરુવારે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ મુસ્લિમ આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું હતુ.

આવેદનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જામા મસ્જિદ આર્કિઓલોજી વિભાગના તાબા હેઠળની ઈમારત છે. મસ્જિદમાં ગેરકાયદે અને બળજબરીથી પ્રવેશ કરવાનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત સોશિયલ મિડીયા પર ખોટા વિડીયો વાયરલ કરી શહેરની શાંતી ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ વારંવાર જામા મસ્જિદને લઈને ખોટી અને ભ્રામક વાતો સોશિયલ મિડીયા પર વાયરલ કરી બન્ને કોમ વચ્ચે વયમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: