જંબુસર : જંબુસર તાલુકાના સીગામ ગામે તાલુકા કક્ષાની જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી. કે. સ્વામી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર, કાવી જિલ્લા પંચાયતના સભ્ય ક્રિપાલ સિંહ સિંધા, સીગામ ગામના સરપંચ રાજદીપસિંહ યાદવ, સંજયસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા દેશને સમૃદ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ગાય રાખવા અને સ્વદેશી વસ્તુ અપનાવવા અપીલ કરી હતી. તથા મહેમાનોના હસ્તે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાવ્યું હતું.તથા 50 લાખના ખર્ચે નાળાનું ખાતમુહુર્ત કરાયું હતું. આ પ્રસંગે એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બાપુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં

Patan News: જનતા હોસ્પિટલમાં મહિલાએ એકસાથે 3 પુત્રોને જન્મ આપ્યો









