ભરૂચમાં ઐતિહાસિક જામા મસ્જિદના મુળ સ્વરૂપને લઈને કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા થોડા સમયથી સ્મારકના મુળ સ્વરૂપને જાળવી રાખીને કોઇ ધર્મ વિશેષને ખાસ સુવિધા નહી આપવા માટે માગ કરવામાં આવી રહી છે ભરૂચની જામા મસ્જિદ મુળતઃ જૈન સમડી વિહાર છે તેમજ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે હિન્દૂ-જૈન સંગઠનો દ્વારા સ્મારકના મુળ ઈતિહાસ અંગે પ્રશ્નો ઉભા કર્યાં છે. દરમિયાનમાં સોમવારે શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડથી કલેકટર કેચરી સુધી હિન્દૂ-જૈન બંધુઓ સાથે મહારાષ્ટ્રથી ચક્રધર સ્વામીના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઈ વિશાળ રેલી કાઢી હતી. તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલી જામા મસ્જિદના મુળ સ્વરૂપને લઈને ભરૂચમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં જોડાયેલાં સ્થાનિક હિન્દુ-જૈન સંગઠનોના લોકો તેમજ મહારાષ્ટ્રના ચક્રધર સ્વામીના સમર્થકોએ ઐતિહાસિક સત્ય બહાર લાવો, ધરોહરની મૂળ ઓળખ જાળવો તેવા સુત્રોચ્ચાર ઉચ્ચાર્યાં હતાં. રેલીમાં સ્વામી મુક્તાનંદ, સુરર્શન નાગરાજ કપાટે સહિત વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધીઓ પણ રેલીમાં જોડાયાં હતાં. હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નિકળતાં સમગ્ર રોડ પર માનવ લહેર દેખાઈ હતી. આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે, આવેદનપત્રમાં જામા મસ્જિદના ઐતિહાસિક મુળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી સંત સમાજના આગેવાનોએ પોતાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સ્મારકનું મુળ સ્વરૂપ જૈન મંદિર સાથે સંકળાયેલું હોય તેવા કેટલાંક ઐતિહાસિક પુરાવાઓ પણ ત્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સ્મારકની મૂળ રચના અને ઐતિહાસિક ઓળખ જાળવવા માટે પુરાતત્વ વિભાગ જવાબદારી લે તેમજ ઐતિહાસિક ધરોહરમાં નિતી નિયમોનું પાલન કરાય કોઈ ચોક્કસ સમુદાયના લોકો જ ત્યાં પ્રાર્થના ન કરે સૌને અધિકાર મળે તેવી માંગ કરી હતી. સોમવારે 15મી જૂને મોટી સંખ્યામાં સંત સમાજના લોકો એકત્ર થવાના હોવાની જાણ પહેલેથી જ હોવાને કારણે પોલીસે પહેલેથી જ જામા મસ્જિદ ખાતે તેમજ રેલીના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. જેથી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: