કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝૂકાવી પોતાના અમુલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર સાહેબના નવાસા એવા હઝરત ઈમામ હુસૈન અને તેમના પરિવારના 72 જાંબાઝ સાથીઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહર્રમ પર્વની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ હજરત ઈમામ હસન અને હજરત ઈમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજીયા બનાવી યા હુસૈનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. શહેરના કતોપોર બજાર સહિતના વિસ્તારોમાં તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.


ભરૂચ શહેરના મુસ્લીમ ચુનારવાડમાં છેલ્લા અંદાજે 150 વર્ષથી એક અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત છે. અહી મોહર્રમ પર્વ નિમિત્તે લાકડામાંથી બનાવવામાં આવતા વિશિષ્ટ તાજીયા બેસાડવામાં આવે છે જે ભરૂચની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું પ્રતિક માનવામાં આવે છે. આ તાજીયાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને દર વરસે નવી રીતે બનાવવામાં આવતો નથી પરંતુ પેઢીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ એ જ લાકડાના તાજીયાને બેસાડવામાં આવે છે અને તેની શ્રાદ્ધાપુર્વક સેવા કરવામાં આવે છે. અન્ય સ્થળોએ તાજીયાઓને પધરાવવામાં આવતા હોય છે,પરંતુ ચુનારવાડના આ ઐતિહાસિક લાકડાના તાજીયાઓને પધરાવવામાં આવતા નથી. પરંપુરા મુજબ તેને વિશેષ વિધિ દ્વારા ઠંડા કરવામાં આવે છે જે આ સ્થાનની આગવી ઓળખ બની ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: