આમોદમાં આછોદ રોડ ઉપર આવેલા આઈ લવ આમોદના બોર્ડ નીચે ગંદકીના ઢગલા જોવા મળતા નગર પાલિકાની સ્વચ્છતા અંગેની કામગીરી ફ્રી ચર્ચામાં આવી હતી.જાહેર માર્ગ પર જ ફેલાયેલી ગંદકીના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પ્રશ્નો ઊભા થયા હતા.
આ મુદ્દે લોકોનું કહેવું છે કે પાલિકામાં વારંવારની રજૂઆત છતાં નગરજનોની ગંદકી પ્રત્યેની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે. ચોતરફ ગંદકીનો માહોલ છે. જે સ્થળે આઇ લવ આમોદનું બોર્ડ મારેલું છે તેની નીચે જ ગંદકીના ઢગલા જોવા મળે છે










