ઝઘડિયા : ઝગડિયા તાલુકામાં રવિવારે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણીના ભાગરૂપે 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે, પરંતુ આ સિદ્ધિને કાયમી રાખવા માટે દરેક રાઉન્ડમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમમાં દુ.વાઘપુરા ગામના સરપંચ મુકેશ્ાભાઈ વસાવા તથા ઉમલ્લા ગ્રામ પંચાયતના માંજી સરપંચ દશરથભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશાવર્કર બહેનો તથા આંગણવાડી કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને બાળકોને ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: