અછાલીયા : ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયત ભવનમાં દોશી સમાજ કુલવૃક્ષ નામના પુસ્તકની પ્રથમ આવૃત્તિનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો , સમાજના કુલ 47 ઉપરાંત ગામોમાં વસવાટ કરતા દોશી પરિવારની સંપૂર્ણ માહિતી એકત્રીત કરનાર આયોજક મનહરલાલ અંબાલાલ દોશી તથા સહાયક કલ્પેશકુમાર દોશીનું સમાજના અગ્રર્ણીઓ ના હસ્તે શાલ ઓઢાડી પુષ્પાહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સદસ્યોને મહાનુભવોએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સામાજીક કાર્ય ઉપયોગી માહિતી આપી હતી.
