જંબુસર : ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ જંબુસર તાલુકાના ડોલીયા અને અણખી ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ, ગ્રામ વિકાસ તથા વહીવટી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને પારદર્શક અને જનકેન્દ્રિત વહીવટ માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. જે બાદ તેઓએ તલાટી સામાન્ય દફતરની પણ તપાસણી કરીને વિવિધ રેકોર્ડ તપાસ્યા હતા. આ ઉપરાંત તેમણે ડોલીયા ગામના આંગણવાડી કેન્દ્ર, અણખી ગામના મહાત્મા ગાંધી આશ્રામ લીધી હતી. મુલાકાતના અંતે તેઓએ જંબુસર પ્રાંત કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલી, મામલતદાર એન.એસ વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો