ભરૂચ : ગાયત્રી સ્કુલ તવરા ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશાના દુષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને નશાના દુષણથી થતા શારિરીક, માનસિક અને સામાજીક નુકશાન અગે માહિતી આપવમાં આવી તેમજ નશામુકત સમાજના નિર્માણ માટે શપથ લેવડાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પોસ્ટર, સુત્રલેખન અને જાગૃતિ સંદેશાઓ દ્વારા નશાથી દુર રહેવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
