ઝઘડિયા : ઝઘડિયા એએસપી કચેરીના સફઇ કર્મચારી ને મોબાઇલ મળ્યો - જીઆઇડીસી માં આવેલા ટેન્કર ચાલક ને મોબાઇલ પરત કર્યો. મુળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતો ટેન્કરનો ચાલક રાજેશ મખ્ખુરામ પાલ ટેન્કર લઇને ગત તા.06/08/2026 ના રોજ કલાક 12/30 વાગ્યાના અરસામાં ઝઘડિયા ઝઘડીયા GIDCમાં ટેન્કરમાં ડિઝલ પુરાવીને GIDC આવેલ DCM કંપનીમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન તેઓનો મોબાઇલ ફેન ઝઘડીયા ડિવિઝન કચેરી સામેથી પસાર થતા રોડ ઉપર પડી ગયેલ હતો. જે મોબાઇલ ફોન ડિવિઝન કચેરી ખાતે સફઇ કામદાર તરીકે નોકરી કરતા મહેશભાઇ પરસોત્તમભાઇ સોલંકીને મળી આવ્યો હતો તેમણે આ ફોન મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણ ને આપ્યો હતો. જે બાદ ટેન્કર ચાલક રાજેશ પાલને શોધીને ફોન પરત આપવામાં આવ્યો હતો.
