ભરૂચ : દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પુર્ણ કરી 14 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજરોજ તારીખ 13 મી ઓગષ્ટના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુકત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા દત્ત મંદિર ખાતે વિનામુલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો 100થી વધુ દર્દઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ અને શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિન્દીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો