હાંસોટ તાલુકાના 6 ગામોમાં ખેડૂતોને વીજ પુરવઠો નીયમીત મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી ચાલુ કરવામા આવી છે. આ માટે રાખવામાં આવેલ વાયરના મોટા જથ્થાની ચોરી થઇ હતી. પોલીસે ચોરીમાં સંડોવાયેલા 12 આરોપીને ઝડપી પાડયા છે


હાંસોટ વિસ્તારમાં ખેડૂતોને વિજળી પુરી પાડવા માટે તાલુકાના સાત ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની એ વાયરોનો જથ્થો રાખેલ હતો અને તે જથ્થો ચોરોની નજરમાં આવતા તાલુકાના હાંસોટ, આસ્તા, માંગરોલ, કલમ, અંદાડા, કોસંબા તથા પિલુદરા ગામોના લબરમુછીયા ઓએ તાલુકાના વાલનેર, કલમ, દિગસ, પરવટ, સુણેવકલ્લા, તથા આસરમા ગામની સીમમાંથી આશરે 31 કીલોમીટર એલ્યુમિનિયમનો વાયર ચોરાયા ની હાંસોટ સબ-ડિવિઝનલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના નાયબ ઈજનેર વિપુલ પટેલે હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે ફ્રિયાદ કરતાં હાંસોટ ના પી. આઈ નયન વસાવા તથા પોલીસ સ્ટાફે સઘન તપાસ કરતાં ગણતરીના કલાકોમાં 12 જેટલા ચોરો તથા ભંગારીયા ને ઝડપી પાડયા હતા. આશરે 12, 27, 329 /-રૂપિયા નો એલ્યુમિનિયમનો વાયર કબજે લીઘો હતો. ઘરપકડ કરેલા આરોપીઓમાં (1)કેફ્ ઈલ્યાશ શેખ રહે. જૂના ખારવાવાડ મુ. હાંસોટ (2)વિશાલ વસાવા રહે આસ્તા (3)સાહીલ વસાવા રહે માંગરોલ (4)વિનોદ પટેલ રહે. રામનગર હાંસોટ (5)રાહુલ વસાવા રહે આસ્તા (6)તરૂણ વસાવા રહે કલમ (7)સુનિલ વસાવા રહે કલમ (8)પિયુષ વસાવા રહે પિલુદરા (9)રાજકુમાર વસાવા રહે માંગરોલ (10) વસીમ બશીર શેખ રહે કોસંબા (11) નૂર નબી સૈયદ રહે કોસંબા (12)સોનાદેવી પ્રદિપ ચૌરસીયા રહે. અંદાડા ઉપરોકત તમામ વિરૂધ્ધ હાંસોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: