ઝઘડિયા પંથકમાં ગત સપ્તાહે ભારે વરસાદ થયો હતો. જેમાં એક જ દિવસમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું હતું. આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી માં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બન્ને કાંઠે વહેતી જણાય હતી, કાવેરી ખાડી જ્યાં નર્મદા નદી માં મળે છે તે સ્થળે ખુબ મોટા પાયે કાવેરી ખાડીના રાણીપુરાતરફ્ના કાંઠા ના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે, રાણીપુરા ગામની સીમ ના મોરા વગા ના ખેતરોનુ ઉભા પાક સાથે ધોવાણ થયું હતું.

સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ શાકભાજી કપાસ જેવી ખેતી પણ મોટાપાયે કરતા હોય છે, અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું હતું, ખેતરોમાં પાણી ભરાવાના કારણે મગફ્ળી સોયાબીન કપાસ તુવેર ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીના પાકને પાણીના ભરાવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે, તાલુકાના ઉચેડિયા રાણીપુરા વિસ્તારમાં મોટું નુકસાન પાકને થવા પામ્યું છે, નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે, તાલુકાના રાણીપુરા ગામની સીમને અડીને ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી વહે છે તે ખાડીમાં પણ ઉપરવાસમાં તથા સ્થાનિક વરસાદ વરસવાના કારણે ખાડી બે કાંઠે વહેતી હતી જેના કારણે રાણીપુરા સીમમાં 15 થી 20 વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે.