ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જનસેવા યાત્રા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આઈટીઆઈ (મહિલા) નેત્રંગ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે, યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાંધવામાં આવ્યો હતો. ભરતી મેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી 8 કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વરોજગાર માટેની લોન અને સહાય યોજનાઓ, સ્ટાર્ટઅપ અને સ્ટ્રેન્યુઅપ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સાથે જ વ્યવસાયલક્ષી તાલીમ ઉદ્યોગ સાહસિકતા વિકાસ અને ઓનલાઈન રોજગારીની તકો અંગે કારર્કિદી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ રોજગાર ભરતી મેળામાં 105 થી 47 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી હતી. ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજયભાઈ ગોહિલ અને આઈ.ટી.આઈ.ના આચાર્ય્ સહિત અન્ય મહાનુભાવો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
