ભરૂચ ચેસ એસોસીએશનના ટેકનિકલ સહયોગથી રોટરી કોમ્યુનિટી કોપ્સ, ભરૂચ દ્વારા ભવ્ય રાજયકક્ષાની બ્લાઈન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ પોતાની આંતરીક દ્રષ્ટી અને અદભૂત સ્મરણશકિતના જોરે ચેસના બોર્ડ પર મહારથિઓને પણ વિચારતા કરી દે તેવા દાવપેચ ખેલ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત રાજયના ખૂણેખૂણેથી 50 થી વધુ દ્રષ્ટીહીન સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે પ્રોજેકટ ચેરમેન મહેશ જોષી અને ડાયરેકટર વિરલ વ્યાસ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રેસિડન્ટ જાહનવી દર્શનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ચેસ એસોસીએશનનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો હતો અને ભરૂચ જિલ્લા ચેસ એસોસીએશનના કિરીટ પટેલ અને આનંદ પટેલ દ્વારા રમતની ટેકનીકલ બાબતો અને નિયમોનું પાલન કરાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સભ્યો અને ખેલ પ્રેમીઓ હાજર રહ્યા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
