ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજયના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં રાજયમાં કુલ 799 રમતવીરોએ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપુર્ણ સમારોહમાં રાજયના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 જેટલા રમતવીરોને પણ પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિસ્તોલ અને શોટગન રમત માટે વંદનાબા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, રાઈફલ શૂટીંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચૂડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભરૂચના અન્ય રમતવીરોમાં પિસ્ટલ/શોટગન શૂટિંગમાં ચૂડાસમાં વંદનાબા રાજેન્દ્રસિંહને જયદીપસિંહજી સિનિયર એવોર્ડ, તાઈક્વોન્ડોમાં યાજ્ઞિક ભાગ્યલક્ષ્મી તુષાર અને યાજ્ઞિક તપસ્વિની તુષારને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. તે જ રીતે કરાટેમાં મકવાણા ધ્વનિ કલ્પેશને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ, કબડ્ડીમાં ભીલ અનિશભાઈ જામળીયાભાઈને જગદીપસિંહજી જુનીયર એવોર્ડ અને ચેસમાં વરસાડા વેદાંત રૂપેશભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ રાઈફલ શૂટિંગ પિસ્ટલ/શોટગન શૂટિંગ, તાઈક્વોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસ જેવી વિવિધ રમતોમાં 8 રમતવીરોએ બળે જિલ્લાનું નામ રોશન કર્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો