ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિકો સહિત રાજ્યના અને અન્ય રાજ્યના લોકો રાજગાર અર્થે આવીને વસવાટ કરી રહ્યાં છે. ત્યારે લોકસંખ્યાના વધારા સાથે તેમના રહેઠાંણ સહિતની જરૂરિયાતમાં પણ વધારો થતાં બિલ્ડરો દ્વારા શહેરમાં તેમજ શહેરને અડીને આવેલા ગામમાં નવા બાંધકામ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ લોકો પણ પોતાનું ઘર કરવા માટેની હોડમાં લાગેલાં જોવા મળી રહ્યાં છે.


દરમિયાનમાં છેલ્લાં ત્રણેક મહિનાથી ભરૂચ જિલ્લામાં બિલ્ડર લોબીના માથે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ સહિતના પરિબળોના કારણોને કારણે વિવિધ રો-મટિરીયલમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હોવાને કારણે બિલ્ડરોને તેમના કરેલાં રોકાણ અને ખર્ચની સામે મિલકતના વેચાણમાં ખોટ જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના નિરાકરણ માટે તેઓ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાનમાં ગઈકાલે ભરૂચની એક ખાનગી હોટલમાં ભરૂચ ક્રેડાઈની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં એસોસિએશને જણાવ્યું હતું કે, બાંધકામની સામાગ્રીના સતત વધતા ભાવ, મજૂરી ખર્ચમાં વધારો તેમજ અન્ય ખર્ચના કારણે મિલકતોના ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.

સિમેન્ટ તેમજ સ્ટીલ સહિતની મુખ્ય સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં તેનાથી પ્રોજેક્ટનો કુલ ખર્ચ વધ્યો છે. જેની સિધી અસર મધ્યમવર્ગીય પરિવારો અને નાના વેપારીઓ પર પડશે. બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટાઉન પ્લાનિંગ, બિલ્ડીંગ પરમિશન તેમજ નકશા મંજૂરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: