વાલિયા : ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગેવાનો તથા શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ઠેરઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલિયા વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા એક દેશ, એક ધ્વજ, એક ગૌરવના સૂત્ર સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ ,કર્મચારી ,ભાજપના આગેવાનો તથા શાળાઓના વિદ્યાર્થીઓ અને ,ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયક્રના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા .રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો
