ભરૂચ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં એક અનોખો વન્યજીવ શાહુડી ઘુસી આવતા સ્થાનિકોમાં આૃર્ય સાથે થોડી ભયની લાગણી ફેલાઈ હતી. જો કે સમયસર સતર્કતા દાખવતા શાહુડીનું સુરક્ષિત રીતે રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ.


મળતી માહિતી અનુસાર ગઈકાલે સોસાયટીના એક જાગૃત નાગરિકની નજર શાહુડી પર પડતા તેમણે તરત જ નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા યોગેશ મિસ્ત્રીએ વિલંબ કર્યા વિના વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધી જરૂરી માર્ગદર્શન મેળવ્યુ હતુ. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે સાવચેતી અને કુશળતા સાથે ઓપરેશન હાથ ધરી શાહુડીને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડયા વગર સુરક્ષીત રીતે કબ્જે લીધી હતી. રેસ્કયુ દરમ્યાન સોસાયટીના રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સમગ્ર ઓપરેશન નિહાળ્યુ હતુ. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યુ છે કે વન્યજીવો રહેણાંક વિસ્તારમાં દેખાય ત્યારે ગભરાવવાની જગ્યાએ તાત્કાલીક નિષ્ણાંતો અથવા વન વિભાગને જાણ કરવી જ યોગ્ય પગલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: