ભરૂચમાં મેઘરાજાની સ્થાપના અને વિસર્જનને અનોખો અને વરસો જૂનો ઉત્સવ આ વરસે પણ પરંપરાગત રીતે શરૂ થયો છે. આશરે 250 વર્ષ જુની આ પરંપરા માત્ર ધાર્મિ4આસ્થા પુરતી સીમિત ન રહેતા ભરૂચની લોકસંસ્કૃતિ અને ભોઈ સમાજની આગવી ઓળખ બની છે. મેઘમેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રાદ્ધાળુઓ આસ્થાપુર્વ4જોડાય છે.લોકવાયકા મુજબ ભરૂચ પંથકમાં છપ્પનિયા દુકાળ દરમ્યાન ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા નદી અને જળમાર્ગ સાથે નજીકથી સંકળાયેલા ભોઈ સમાજે વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. અને4દિવસોની પ્રાર્થના છતાં વરસાદ ન પડતા મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે વિસર્જન થાય તે પહેલા જ વરસાદ વરસી પડતા લોકોની આસ્થા વધુ મજૂબત બની હતી. ત્યારથી મેઘરાજાની સ્થાપના, આતિથ્ય અને ત્યારબાદ વિસર્જનની પરંપરા ચાલી રહી છે. અષાઢ વદ અમાસ, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે. ભોઈ સમાજના યુવાનો નર્મદા નદીની કાળી માટીના મિશ્રાણમાંથી પરંપરાગત પદ્ધતિથી પ્રતિમા તૈયાર કરે છે. પ્રતિમા બનાવવાની પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે અને તેમાં મર્યાદિત સંખ્યામાં ભકતોને જ હાજર રહેવાની પરવાનગી હોય છે.આ પરંપરા મુજબ ગતરાત્રે ભોઈ સમાજના યુવાનોએ એ4જ રાત્રિમાં મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી હતી. ત્યારબાદ ધાર્મિ4વિધિ અને પૂજા અર્ચના સાથે મેઘરાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. હવે આગામી દીવસોમાં ભરૂચ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ મેઘરાજાના દર્શન માટે ઉમટી પડશે. ભરૂચનો મેઘમેળો માત્ર ધાર્મિ4ઉત્સવ નથી, પરંતુ 250 વર્ષથી ચાલી આવતી ભોઈ સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિ4વિરાસતનું જીવંત પ્રતી4છે.
.
