ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નર્મદા બેટ વિસ્તારમાં બપોરના સમયે નર્મદા નદીમાં નહાવા પડેલા મિત્રો પૈકી 22 વર્ષીય યુવક માર્વિન પટેલ ઉંડા પાણીમાં ગરકાવ થયા બાદ લાપતા બન્યો છે. દોઢ દિવસથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી હોવા છતાં રવિવારની સાંજ સુધી યુવકનો ક્યાંય પત્તો લાગ્યો નથી.
ગોવાલી ગામે અંબાજી ફ્ળિયામાં રહેતો માર્વિક પિન્કેશભાઇ પટેલ (ઉ.વ. 22) ગત તા.13 જુના શનિવારના બપોરના સમયે તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા માટે ગયો હતો. દરમિયાન માર્વિક અચાનક નદીના વહેણમાં તણાયો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેના સાથી મિત્રો દ્વારા માર્વિકને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નદીના ઉંડા પાણીમાં કોઇ અતોપતો લાગ્યો નહતો.
ગોવાલી ગામમાં માર્વિક પાણીમાં ગરકાવ થવાની વાત વહેતી થતાં નદી કિનારે લોક ટોળા ઉમટયા હતા. શરૂઆતમાં ગામના તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ નાકામ જતા ભરૂચ ફાયરબ્રિગેડની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગત બપોરના સમયેથી સ્થાનિક તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં ગરકાવ થયેલા માર્વિક પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ નીચે કોવિડ સ્મશાન પાસે નદીના પાણીમાં એક યુવકની લાશ તરતી હોવાનું સ્થાનિક નાવિકોના ધ્યાને આવ્યું હતું. મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢયો હતો. મૃતદેહ બહાર કાઢયા બાદ તપાસ કરતા તેની ઓળખ માર્વિન પટેલ તરીકે થઈ હતી જેના કારણે પરિવાર ભાંગી પડયો હતો
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો