ભરૂચ : ભરૂચ સ્થિત એમિકસ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ અનોખા મ્યુઝિયમની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ નાણાંકીય સાક્ષરતાને સરળ બનાવવાનો અને વિદ્યાર્થીઓમાં નાનપણથી જ મજબૂત નાણાંકીય સુઝબૂઝ કેળવીને ભવિષ્યના અર્થશાસ્ત્રીઓ તેમજ ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનો છે. આ પ્રસંગે રિબિન કાપીને ઉદ્દઘાટનની વિધિ આઈસીએઆઈની મુંબઈ બ્રાન્ચના ડબલ્યુઆઈઆરસીના હોદ્દેદારો સીએ સૌરભ અજમેરા (ચેરમેન), સીએ રિકીન પટેલ, સીએ બિશન શાહ, સીએ રાકેશ શાહ, આઈસીએઆઈની ભરૂચ બ્રાન્ચના ડબલ્યુઆઈઆરસીના હોદ્દેદારો સીએ અંકિત મારફતિયા (ચેરમેન), સીએ અર્પણ સુરતી, સીએ દેવાંશ શાહ, સીએ સની શાહ, સીએ વૃંદા વખારીયા, સીએ અમોલક જૈન અને શાળાના ડાયરેકટર સીએ ઉત્પલ શાહનાહસ્તે સંયુકત રીતે કરવામાં આવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: