ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલા એક ગામમાં પરિચીત પડોસી યુવકે પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇને ઘરમાં ઘુસી ગયો હતો અને ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજારી ભાગી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


દહેજ નજીકના એક ગામમાં રહેતી પરીણિતા ગત 8મી જાન્યુઆરીએ સાંજના સમયે તેના ઘરે એકલી હતી. જ્યારે તેના પતિ બાળકોને લેવા જંબુસરના એક ગામે ગયાં હતાં. તે સાતેક વાગ્યાના અરસામાં ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં પરીણિતાના એકલતાનો લાભ લઇ તેમના ગામમાં જ બીજા ફ્ળિયામાં રહેતો એક ભરત કરસન પટેલ અચાનક ઘરનો દરવાજો ખખડાવતાં પરીણિતાએ દરવાજો ખોલતાં ઘુસી આવ્યો હતો. ભરતે મહિલાને એક કંપનીમાં નોકરીએ લગાડી હોવાથી તેણે ભરતને કોઇ કામ હશે તેમ માની ઘરમાં આવવા દીધો હતો. દરમિયાનમાં ભરતે મહિલા સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. મહિલાએ વિરોધ કરતાં શખ્સે અચાનક ચપ્પુ કાઢી મહિલાને ધમકાવી તેની સાથે બળજબરી પુર્વકે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. મોડી રાત્રે તેનો પતિ ઘરે આવતાં તેણે પતિને તમામ હકિકતથી વાકેફ્ કરતાં તેઓએ દહેજ મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. દહેજ મરીન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: