ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી, અદાણી સિમેન્ટની કોર્પોરેટ પર્યાવરણ જવાબદારી સીઈઆર પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ ગ્રામ પંચાયતને અદ્યતન ટ્રક માઉન્ટેડ રોડ વેક્યૂમ સ્વીપર મશીન ભેટ આપવામાં આવ્યુ છે. આ આધુનિક મશીનનું વિધિવત લોકાર્પણ અદાણી ફાઉન્ડેશનના ડીરેકટર અતુલ ગોર, અદાણી દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશ, વાગરાના તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, લખીગામના સરપંચ અમરસંગભાઈ રાઠોડ તથા ઉપસરપંચ સતીશભાઈ ગોહિલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે તલાટી કમ મંત્રી ઓમકારસિંહ રાણા, તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રાઠોડ, દહેજ પોર્ટ તથા અદાણી ફાઉન્ડેશનના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામ પંચાયત દ્વારા મહત્વપુર્ણ યોગદાન બદલ અદાણી પોર્ટ, અદાણી સિમેન્ટ અને અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યકત કર્યો હતો.
