જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ONGCના કોન્ટ્રાક્ટર દ્વારા ખેતરોમાં ખેડૂતોને પૂર્વ જાણ વગર આડેધડ ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે જંબુસર-આમોદ વિધાનસભાના માજી ધારાસભ્યએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


રજુઆતમાં જણાવ્યા મુજબ, વર્ષ 2024-25 દરમ્યાન ટંકારી ગામે ONGCના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોના ખેતરોમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેના બદલામાં ખેડૂતોને આજદિન સુધી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. એટલું જ નહીં, ડ્રિલિંગ બાદ ખેતરોમાં પડેલા ખાડા પણ ભરવામાં આવ્યા નથી, જેના કારણે ખેતીલાયક જમીન બગડી ગઈ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડયું છે.આ વર્ષે 2025-26 દરમિયાન ફરીથી જંબુસર તાલુકાના અનેક ગામોમાં ડ્રિલિંગ કરવાની યોજના બનાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. માજી ધારાસભ્યએ સ્પષ્ટ રજૂઆતમાં જણાવ્યું છે કે, જે ખેડૂતના ખેતરમાં ડ્રિલિંગ થવાનું હોય તેને પૂર્વ જાણ કરવી, ખેડૂતનો અભિપ્રાય લેવા બાદ જ કામગીરી શરૂ કરવી અનિવાર્ય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: