શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે કે.જે.ચોકસી લાઈબ્રેરી ખાતે મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ ભટ્ટના અનુષ્ઠાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સેમિનારમાં બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે અસરકારક અભ્યાસ પદ્ધતિ, સમયનું આયોજન, નિયમિત વાંચન-લેખન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વાલીઓને પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહયોગી બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અંતે વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક લક્ષ્યાંકો નક્કી કરી સફળતાનો સંકલ્પ લીધો હતો તથા કે.જે.ચોકસી લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ લાઈબ્રેરી સંચાલન અને શાળા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Surat : અઠવાગેટ પાસે દારૂના નશામાં બસને ઠોકનાર ASI અજય પટેલ આખરે સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ એક્શન









