પાલેજ : ભરૂચના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઈ હતી. મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મોહરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વરસે મોહરમ માસમાં શહીદોને યાદ કરી ખિરાજે અકિદત (શ્રાધ્ધાંજલિ) અર્પણ કરે છે.


આશુરા પર્વ નિમિત્તે નગરની મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે નવ વાગ્યે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નગરની મસ્જિદોમાં આશુરા પર્વ નિમિત્તે વિશેષ નવાફિઝ નમાઝ અદા કરવામાં આવી હતી. મક્કા મસ્જિદના ખતિબો ઈમામે આશુરાની દુઆ હાજરજનોને પઢાવી હતી. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતુ. મક્કા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં સરબતની સબિલો પણ જોવા મળી હતી. મુસ્લિમ યુવાનો રાહદારીઓને સરબત પીવડાવતા નજરે પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: