ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવીને રૂા. 40 હજારની લાંચ લેતા વર્ગ-1 ના અધિકારી મદદનીશ કમિશ્નર અને વર્ગ-2 ના મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને રંગે હાથે ઝડપાઇ ગયા હતા. આજે બન્ને આરોપીના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી. આ લાઈસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ અરજદારને જણાવ્યું હતું કે, તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40 થી 50 હજાર રૂપિયા સાહેબને આપવા પડશે.
