ભરૂચ જિલ્લાના એ.ડીવીઝન અંકલેશ્વર પોલીસ મથકે ફરજ બજાવતા સ્વ.જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા પોલીસ સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત રૂા.1.08 કરોડનો વીમા ક્લેમ અર્પણ કરવામાં આવ્યો હતો.


એક્સિસ બેંક સાથે થયેલા એમઓયુ તથા સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત ક્લેમની પ્રક્રીયા પુર્ણ થતાં બેંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ક્લેમનો ચેક ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે પરીવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વ.જયદેવભાઈ ડાભીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમ્યાન એક્સિસ બેંકના કલસ્ટર હેડ નવીન પરીખ, એરિયા હેડ દીપક સોની, ગર્વનમેન્ટ કવરેજ આરએમ પ્રણવ શાહ, બ્રાન્ચ હેડ વિવેક નેગાણી, સેલરી હેડ હાર્દિક પટેલ સહિત બેંકના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ ક્લેમ પ્રક્રિયા ઝડપી પુર્ણ કરવા બદલ એકસિસ બેંકની કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આવી યોજનાઓ મુશ્કેલ સમયમાં કર્મચારીઓના પરિવારજનોને મહત્વપુર્ણ આર્થિક સહારો પુરો પાડે છે.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: