માનસિક સ્વાસ્થય અંગે સમાજના દરેક વર્ગમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય અભિયાન બિયોન્ડ ધ હોરાઈઝન-અ રાઈડ ફોર રેઝિલિયન્સ આજે ભરૂચ પહોંચ્યુ હતુ. દિલ્હીથી કન્યાકુમારી અને ત્યાંથી પરત દિલ્હી સુધીની મોટરસાયકલ યાત્રા અંતર્ગત ટીમ દ્વારા વિવિધ શહેરોમાં લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરવામાં આવી રહ્યો છે.

20 ઓગષ્ટથી શરૂ થયેલી આ યાત્રા 15 ઓકટોબર સુધી ચાલશે. આ દરમિયાન દેશના 50 થી વધુ શહેરોની મુલાકાત લેવામાં આવશે અને 100 થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનને 20 ઓગષ્ટના રોજ નવી દિલહીમાં જાણિતી અભિનેત્રી શર્મિલા ટાગોરે ફ્લેગ ઓફ કર્યુ હતુ. હરિયાણા અને રાજસ્થાન બાદ 25 ઓગષ્ટે અભિયાનની ટીમે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો.

અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થય એડવોકેટ, મોટિવેશનલ સ્પીકર અને ફેશન સ્ટાઈલિસ્ટ સેહર હાશ્મી કરી રહ્યા છે. સેહર અને સન્ની લોછા સહિતની ટીમ ભરૂચ શહેરમાં આવી પહોંચતા વોર્ડ નંબર 2 ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓ દ્વારા ટીમનું ફુલો વરસાવી અને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો