ભરૂચમાં 1961 ની સાલથી કે.જે.પોલીટેક્નિક શરૂ થઈ હતી. સ્થાપના કાળથી અત્યાર સુધી કોલેજમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન વિવેકાનંદ જયંતિએ કૉલેજ કેમ્પસમાં કરાયું છે.


આ અંગે માહિતી આપતા કોલેજના એલ્યુમિની એસોસિએશનના ચેરમેન પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, કનુભાઈ પરમાર, મુકેશ જાદવ, જૈનુંદિન સૈયદે કહ્યું હતું કે ભરૂચની ધરતી ઉપરથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં અને વિદેશમાં સ્થાયી થયેલા અને પોતાની ઇજનેરી કૌશલ્યતાનો લાભ રાષ્ટ્રને આપી રહેલા આવા અનેક ઈજનેરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપશે. એન્જિનિયરોના મેળાવડાને સફ્ળ બનાવવા એલ્યુમની એસોસિએશન દ્વારા તનતોડ પ્રયાસ કરાઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રી, કોલેજના પૂર્વ પ્રાધ્યાપક જે.ડી. પંચાલ તથા વિવેકાનંદ જયંતિના વિશેષ પ્રવચન માટે માજી ઉપ કુલપતિ અશ્વિન કાપડિયા વિશેષ ઉપસ્થિત રહેનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: