ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફ્ળતા હાથ લાગી હતી. પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને આછડા તોડતો હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને સ્વીગી નું પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા,અને એક્ટિવા પર આવેલો ગઠિયો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ઘટના અંગેની જાણ થતા પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી,અને તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઈસમ પસાર થતા પોલીસે તેને રોકીને સઘન પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા એક્ટિવા સવાર કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાસી વડોદરાની ધરપકડ કરીને તપાસ આરંભી હતી.










