ભરૂચ : ભરૂચની મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી ને ગુજરાત રાજયના સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયુ છે. ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના ચેરમેન અરૂણસિંહ રણાના હસ્તે પ્રથમ પ્રભાવક શિલ્ડ તેમજ પ્રશિસ્તપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવી છે. મંડળીના હોદ્દેદારોએ કહ્યું હતું કે આ સન્માન મંડળીના ચેરમેન પ્રવિણસિંહ ડી.રણા, વા.ચેરમેન રાજકુમાર ટેલર તેમજ કારોબારી સભ્યો, કર્મચારીઓના પરિણામ છે. સન્માન બદલ ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ તેમજ રાજય સંઘના ઉપાધ્યક્ષ રવિન્દ્રસિંહ રણા, ભરૂચ જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ ભરતભાઈ પટેલ અને માર્ગદર્શક રજનીકાંત રાવલનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
