વિશ્વ આદિવાસી દિવસના રોજ ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી સમાજના અગ્રણી ચંદ્રકાન્તભાઇ વસાવા અને અન્ય વડીલો દ્વારા દોડની વિવિધ સ્પર્ધાઓમાં 80 વર્ષની ઢળતી ઉંમરે અનોખી સિધ્ધિ મેળવનાર ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના નિવૃત્ત સરકારી અધિકારી ભૂલાભાઈ વસાવાનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉંમર માત્ર એક આંકડો છે તે વાતને ચરિતાર્થ કરતા ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના નિવૃત્ત સરકારી અધિકારી ભૂલાભાઈ મથુરભાઈ વસાવાએ 80 વર્ષની વયે પણ રમતગમત ક્ષેત્રે દેશ અને વિદેશમાં અનેક મેડલો જીતીને આદિવાસી સમાજ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે.

તેમાં; આંતરરાષ્ટ્રીય સ્પર્ધા-- શ્રીલંકા - જુલાઈ - 2025 1) 3000 મીટર ચાલવાની સ્પર્ધા - સુવર્ણ, (2) 3000 મીટર દોડ - સુવર્ણ, (3) 1500 મીટર દોડ - રજત-રાષ્ટ્રીય સ્પર્ધા- મુંબઈ - એપ્રિલ - 2024 (1)3000 મીટર ચાલવાની સ્પર્ધા - સુવર્ણ,(2) 1500 મીટર દોડ - રજત,(3) 4 ટ 100 રિલે - કાંસ્ય,(4) લાંબી કૂદ - કાંસ્ય-- નાસિક - ઓક્ટોબર 2024 (1) લાંબી કૂદ - બ્રોન્ઝ, (2) 5000 મીટર દોડ - બ્રોન્ઝ---અલવર, રાજસ્થાન - ફેબ્રુઆરી - 2025 (1) 3000 મીટર વોક - બ્રોન્ઝ,(2) લાંબી કૂદ - બ્રોન્ઝ,(3) 4 ટ 100 રિલે - બ્રોન્ઝ-- સુરત - ઓક્ટોબર - 2025 (1) 5000 મીટર દોડ - સુવર્ણ, (2) 5000 મીટર ચાલ - સુવર્ણ---જબલપુર મધ્ય પ્રદેશ - ફેબ્રુઆરી 2026 (1) 3000 મીટર ચાલવાની સ્પર્ધા - રજત,(2) 5000 મીટર દોડ - રજત,(3) 1500 મીટર દોડ - રજત સ્પર્ધાઓમાં સફ્ળતા પ્રાપ્ત કરી હતી. તેમણે મેળવેલ મેડલોમાં રાજ્યકક્ષા એ 21, રાષ્ટ્રીય કક્ષા એ 14 અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ 3 નો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો