3

મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી 1200 કિમી લાંબી સાઇકલ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોંચતા શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આશો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુંબઈથી કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ સાઇકલ યાત્રા કરી માતાના મઢ તરફ્ પ્રસ્થાન કરે છે. આ યાત્રામાં અંદાજે 1500 જેટલા યાત્રાળુઓ મુંબઈથી સાઇકલ પર સવાર થઈને લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપી કચ્છના માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કરવા પહોંચે છે.

આ શ્રદ્ધાળુઓની સેવા માટે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ-અંકલેશ્વર દ્વારા છેલ્લા 26 વર્ષથી સતત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે નેશનલ હાઇવે નં. 48ના સર્વિસ રોડ પર યોજાતા માં આશાપુરા સેવા કેમ્પમાં સાઇકલ યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા, રોકાણની સુવિધા, મેડિકલ સહાય તેમજ સાઇકલ રિપેરિંગ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર ખાતે સાઇકલ યાત્રિકો આવી પહોંચતા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો