સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સંસ્થાના વરિષ્ઠ બહેનો અને ભાઈઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

શુભેચ્છા મુલાકાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ-ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના અમીતા દીદી, હેતલ દીદી, અનિલા દીદી, નીમા દીદી, જનવિક દીદી, યશોદાબેન તથા જૈનેશભાઈ જોડાયા હતા. રાષ્ટ્રપતિએ ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, વર્ષ 1987માં બ્રહ્માકુમારીઝના પ્રથમ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજી પણ આ જ સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. વધુમાં તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, વર્તમાન સમયમાં પણ આ વિસ્તારમાં બ્રહ્માકુમારીઝનું સેન્ટર ખૂબ જ સક્રિય રીતે સમાજ સેવા અને આધ્યાત્મિક જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે.