ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે શ્રાવણ સુદ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા સામૂહિક જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે આચાર્ય કિરણ શુક્લના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્ર્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણોએ જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી. કાર્યક્રમમાં ભાલોદ ગામના 20થી વધુ ભૂદેવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારથી જ બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો એકત્ર થયા હતા. દેવ-પિતૃઓનું સ્મરણ કરી ધાર્મિક પરંપરા મુજબ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો