04
અંકલેશ્વર GIDCની ETLકંપનીમાં 6 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી વિશાળ ટાંકી ધડાકાભેર તૂટી પડી પડતા હજારો લીટર પાણી વહી જતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એન્વાયરો ટેકનોલોજી લિમિટેડ કંપની પરિસરમાં આવેલી પાણીની વિશાળ ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક આશંકા મુજબ, ટાંકીમાં પાણીનું પ્રેશર અચાનક વધી જવાના કારણે તેની દીવાલ ધરાશાયી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ટાંકી તૂટવાના કારણે હજારો લીટર પાણી તીવ્ર પ્રવાહ સાથે બહાર વહી ગયું હતું. પાણીના પ્રેશરના કારણે કંપનીની આસપાસ આવેલા અન્ય એકમોના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયાં હતાં, તેમજ કંપની નજીકથી પસાર થતો મુખ્ય રોડ પણ ધોવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો અને સ્થાનિક તંત્રે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવાની કવાયત હાથ ધરી છે. 6 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તૂટી પડતાં પ્રેશર સાથે પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવ્યો હતો. જેના કારણે નજીકથી પસાર થઈ રહેલા ચાર લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો