આમોદ તાલુકાની વલીપોર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દેણવા ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણદાસજી બાપુના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી આ બાળ વૈજ્ઞાનિક મેળામાં 11 શાળાના કુલ 58 બાળકોએ પાંચ વિભાગમાં 29 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓનું મૂલ્યાંકન કરવા માટે મછાસરા હાઈસ્કૂલના જાવેદ એમ. પટેલ, સરભાણ હાઈસ્કૂલના પ્રજ્ઞેશ પટેલ તથા આછોદ હાઈસ્કૂલના ફ્હીમા પટેલે નિરીક્ષક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે લક્ષ્મણદાસજી બાપુએ વલીપોર પ્રાથમિક શાળાની સુંદર કામગીરીથી પ્રભાવિત થઈ તેમણે શાળાને રૂ.2100 નું દાન અર્પણ કર્યું હતું.કાર્યક્રમમાં સરપંચ જશવંતસિંહ પરમાર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ઇમરાન પટેલ, આચાર્ય ઐયુબ યુસુફ્ પટેલ, શાળાના શિક્ષકગણ, એસ.એમ.સી. કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો