યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને અનુસરીને, ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્ર્રીની અધ્યક્ષતામાં ભરૂચના જી.એન.એફ્.સી. ગ્રાઉન્ડ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય પધાધિકારીઓની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રીએ યોગપ્રેમીઓને સંબોધન કર્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાને એકસૂત્રે બાંધતી જીવન જીવવાની અદભુત કળા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્ર્રી, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિતના અધિકારી, યોગ સેવકો, અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો