ભારત સરકારના સ્વચ્છતા હી સેવાઅભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લા રમત સંકુલ ખાતે આજરોજ સ્વચ્છતા તથા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ, સુંદર અને હરિયાળુ પર્યાવરણ ઉભુ કરવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમત સંકુલ ખાતે ઉપસ્થિત ખેલાડીઓ, કર્મચારીઓ તથા રમતગમત સાથે સંકળાયેલા સૌને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવ્યા હતા. સૌએ પોતાના ઘર, કાર્યસ્થળ તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ જિલ્લા રમત સંકુલના કચેરી પ્રાંગણ, રમતના મેદાનો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.