ભરૂચ જિલ્લામાં સરકારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને છેવાડાના નાગરિકો સુધી વહીવટી તંત્રની સેવાઓ પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એવા ખાલક ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ પંચાયતના સામાન્ય દફ્તરની તપાસણી કરી હતી. ત્યારબાદ તેમણે ગામના સ્થાનિક નાગરિકો અને આગેવાનો સાથે બેઠક યોજી, કલેક્ટરએ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે હાજર સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેઓએ ગામમાં સરકારી યોજનાઓ અને શૈક્ષણિક સ્તરની તથા મધ્યાહન ભોજનની સમીક્ષા પણ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો