ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોંઘવારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાય પે નહીં ચીની પે ચર્ચાના બેનર હેઠળ યોજાયેલાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાંડના વધતા ભાવ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી સામે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. મોંઘવારી પર નિયંત્રણ લાવવા અને સામાન્ય જનતાને રાહત આપવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચના બજેટ પર સીધી અસર પડી રહી છે. કોંગ્રેસ દ્વારા ચાય પે ચર્ચાની જગ્યાએ ખાંડ સહિત જીવન જરુરી ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે ચર્ચા કરવાની જરૂરિયાત વ્યક્ત કરાઇ હતી.